ઝરૂખે બેસીને જોઉં વાટડી
ઝરૂખે બેસીને જોઉં વાટડી
1 min
189
હું તો ઝરૂખે બેસીને જોઉં વાટડી,
મને ઘડી ઘડી આવે છે યાદ,
કેમ રે ના આવ્યા મારા નાથજી,
ઝરૂખે બેસીને સહિયર કરે વાતડી,
આવી શરદપૂનમની રાત, કેમ રે ..
આભમાં ચાંદો ખીલ્યો ને ખીલી ચાંદની,
એવી કોયલ કરે છે ટહુકાર, કેમ રે ..
હું તો રાત દિવસ યાદ કરતી,
તમારા વિના છે સૂનો સંસાર, કેમ રે ..
એવા સારસ વિના રે સૂની સારસી,
એતો તરફડી કાઢે એના પ્રાણ, કેમ રે ..
મેં તો લાપશી બનાવી મનભાવતી,
જમવાને જોઉં તમારી વાટ, કેમ રે ..
