STORYMIRROR

Dina Chhelavda

Others

4  

Dina Chhelavda

Others

ઝરમરિયો

ઝરમરિયો

1 min
488

આજ વાદળો ગાજે છે આભમાં !

વાદળના ઝૂમખામાં સરતું આકાશ હવે અવનિને ભિંજવશે વ્હાલમાં,

અંબરની આંખ્યુંમાં જામ્યું ચોમાસું હવે ધોધમાર ખાબકશે હાલમાં,

ક્યાંક મેહુલો ગાજે છે રાહમાં !


આજ વાદળો ગાજે છે આભમાં !

ઝાડ પર સૂતેલી સધળી પીળાશ હવે થઈ જાશે લીલી ઝરમરમાં,

કાલ સુધી ઝૂલતા'તા પક્ષીઓ મોજમાં ને ઝરમરિયો ઝરશે હવે ડાળમાં,

ક્યાંક મેહુલો ગાજે છે રાહમાં !


આજ વાદળો ગાજે છે આભમાં !

માટીની મ્હેંકને શ્વાસે ભરીને મારે ભીંજાવું નખશિખ આ માહોલમાં,

પોયણીને થાય આજ ઉઘાડી લઉં પાંખડી ને ઝૂમી ઊઠું રે કાંઈ વ્હાલમાં,

ક્યાંક મેહુલો ગાજે છે રાહમાં !


Rate this content
Log in