STORYMIRROR

SHEFALI SHAH

Others

4  

SHEFALI SHAH

Others

ઝળકી ગયું

ઝળકી ગયું

1 min
367

ઓસ બનીને આજે ઝળકી ગયું,

આંસુ આંખે આવીને અટકી ગયું,


સાચવીને રાખ્યું હતું જેને હૃદયે,

તને સામે જોઈને એ ચમકી ગયું,


પર્ણના સાથ છૂટવાની કેવી ભીતિ !

ઘડી ઘડી એની હાજરી પુરાવી ગયું,


ક્ષણ બે ક્ષણ આવીને પણ ભલે,

એ મનની સઘળી વાત કહી ગયું,


ભીતરની ભીનાશ જોને ના જોઈ ભલે,

સંવેદનાના નીરને આજે પારકું કરી ગયું,


ઓસ બનીને આંસુ ઝળકી ગયું,

જાણે હૈયું આંખે આવીને અટકી ગયું.


Rate this content
Log in