ઝાકળ
ઝાકળ
1 min
280
ઊડી જાય જ
સપનું બની નભે
ક્ષણભરમાં.
ક્ષણભરમાં
સંવેદના છે ઉરે
જાણે ઝાકળ.
જાણે ઝાકળ
સંતાકુકડી રમે
મનને દ્વાર.
મનને દ્વાર
ઉમટ્યા સ્પંદન
ઝાકળ સંગે.
ઝાકળ સંગે
લાગણીઓનો મેળો
માણસમાત્ર.
માણસમાત્ર
જોઈને હરખાય
ચમકે મોતી.
ચમકે મોતી
પાંદડે ઓસબિંદુ
છે મળસકું.
છે મળસકું
રવિ કિરણો રમે
ગાયબ ઓસ.
