STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

જગતનો તાત જગનો તારણહાર

જગતનો તાત જગનો તારણહાર

1 min
180

જગતનો તાત જગનો તારણહાર

અન્ન તણો દાતા, દિલનો છે દાતાર,


રાત દિવસ મહેનત ને કરે શ્રમ

આખા જગતમાં વિખ્યાત તાત,


જગમશહૂર અને અસરદાર

જગતનો તાત જગનો તારણહાર,


ભૂમિ ખેડીને કરે લીલોતરી અપાર

ચોર ખાય, મોર ખાય અન્નનો ભંડાર,


શિયાળો ઉનાળો કામ કરે બારેમાસ

ચોમાસામાં કરે વાવણી અપરંપાર,


પાક લહેરાય હરખી ઊઠે જગતનો તાત

ગરીબનો બેલી બને ગર્વ નહિં લગાર,


ભાવ મળે ના મળે તોય રાજીના રેડ

જગતનો તાત જગનો તારણહાર,


કુદરત પર વિશ્વાસ, આકાશ સામે મીટ

વરસે જયારે મેહુલો, મન થાય પ્રફુલ્લિત,


હળ ગાડા તૈયાર કરી, પકડે સીમની વાટ

ખેતર ખેડીને કરે પાકની વાવણી,


માનતો કુદરતનો આભાર

જગતનો તાત જગનો તારણહાર.


Rate this content
Log in