જગતની જનની
જગતની જનની
સરોવરમાંથી અક્ષર વીણું છું પણ
તે પણ ઓછા પડે છે તારી કવિતા રચતા
હે જગત જનની તને હું નમન કરું છું,
આ જગતમાં નથી કોઇ મોટું તારાથી
નદીની જેમ વહેતી તારી આ મમતા છે
હે જગત જનની તને હું નમન કરું છું,
અમે તો બસ તારા જ જ્ઞાનરૂપી દીવાની પૂજા કરીએ છે
અંખડ દીવાની જેમ પ્રકાશ આપતું તમારું જ્ઞાન છે
હે જગત જનની તને હું નમન કરું છું,
મુશ્કેલીમાં જ તને યાદ કરું છું મા
મારી આ ભૂલ ને ભૂલનારી પણ મા તમે જ છો
હે જગત જનની તને હું નમન કરું છું,
બસ તારા દર્શનની રાહ જોઇને બેઠા છે
મારા ઘરે આવાની રાહ જોઇને દરવાજે જ ઊભો છું
હે જગત જનની તને હું નમન કરું છું,
તમે દર્શન આપો જલ્દી મા
કોઈ વરદાન મને નથી જોઈતું
હે જગત જનની તને હું નમન કરું છું,
વલ્લભ ભટ્ટ જેવા મોટા ભક્ત નથી પણ
ભકિત રુપી આ કવિતા લખું છું
હે જગત જનની તને હું નમન કરું છું.