જગા મારી
જગા મારી
1 min
196
મને ક્યાં લૈ જશે કોને ખબર આવી શ્રદ્ધા મારી,
છતાં વિશ્વાસ છે રાખીશ લાજ તું ખ઼ુદા મારી,
વિચારું કે દરદ મારું થશે જો દૂર એ ક્યારે,
નથી મળતી હવે તો ક્યાંય પણ જોને દવા મારી,
તને અણસાર મારાં દુઃખનો આવે છે પહેલાથી,
પહોંચી જાય છે તારા સુધી કેવી દુઆ મારી,
જમાનો છો મને ડૂબાડવા માંગે છતાં દોસ્તો
તરી આવીશ હું છોને વિરોધી છે હવા મારી,
કબરમાં તો રહેવા દો મને શાંતિથી ઓ "સંગત"
ફકત આ એક છે જેને કહું છું હું જગા મારી.
