STORYMIRROR

Dilip Ghaswala

Others

4  

Dilip Ghaswala

Others

....જેવો છે સમય

....જેવો છે સમય

1 min
394

ભૂલેલા આ ભાન જેવો છે સમય,

ભટકી ગયેલા ધ્યાન જેવો છે સમય,


રાજવીની ધાક ગઈ છે ઓસરી,

ખાલી ખાલી મ્યાન જેવો છે સમય,


પ્રાર્થનામાં કે અઝાનમાં એ નથી,

અંતે તો ભગવાન જેવો છે સમય,


પ્રસ્વેદી જળથી ઉછેર્યા પાક ને,

પ્રસન્નતાના ધાન જેવો છે સમય.


Rate this content
Log in