જાય છે
જાય છે
1 min
362
રાત આવે યાદ આવી જાય છે
જુલ્મ તારા એ ગણાવી જાય છે
આસમાને ચાંદ સળગે એકલો
દાગ દિલને ચાંદ ચાંપી જાય છે
માંગી માંગીને શું તું માંગીશ કહે
હાથ ખાલી, હાથ ખાલી જાય છે
એ ખુદા તારી આ દુનિયા બેવફા
હર કો’ દિલને દર્દ આપી જાય છે
વાળ ધોળા થઈ ગયા છે બસ હવે
આ ડહાપણ ઠેસ મારી જાય છે
વાત તારી માનવી મારી ફરજ
વાત મારી તું તો કાપી જાય છે
દીકરો છે એકનો એક આપણો
તુજ ઉપર મા વારી વારી જાય છે
ધારદાર છે આ સપનાં આંખનાં
આંખને એ રોજ વાગી જાય છે.
