જાણવું છે સાવ સાચું
જાણવું છે સાવ સાચું
એલિયન જોવા મળે તો પૂછવું છે સાવ સાચું,
કેમ આવો છો અહીં એ જાણવું છે સાવ સાચું,
છે પ્રકાશિત યાન રૂપાળું, તમે છો કેમ નાના ?
રહસ્ય શું છે દો કહીં બસ ખોળવું છે સાવ સાચું,
શોધવા શું આવતાં દો પ્રશ્નના ઉત્તર ખરાં બસ,
દો કહીં થઈ મિત્ર, આજે શોધવું છે સાવ સાચું,
રહસ્ય સઘળા જાણવા મથતો રહું દિનરાત અવિરત !
આભમાં આવાસ ક્યાં છે ? ગોતવું છે સાવ સાચું,
થઈ જજે પી.કે. સમો તું, આજ, કરને વાત તારી,
હાથમાં લઈ હાથ દોડી, નાચવું છે સાવ સાચું,
લાગણી જેવું કઈ દેખાય મુજથી તો સાદ કર,
પ્રીત કેરો તાર સાંધો, માગવું છે સાવ સાચું,
પાર પામી ના શકી, બ્રહ્માંડ કેરો આજ સુધી !
વાત સાચી દો જણાવી, પોંખવું છે સાવ સાચું.
