જાંબુ
જાંબુ

1 min

23.9K
આ જાંબુડો રંગ જાંબુમાં કોણે પૂર્યો?
ઉનાળે રાવણો જોઈ જીભે શું સ્ફૂર્યો,
ઊંચા ઊંચા ઝાડવે નાનકડા જાંબુ
પંખીડાના રખોપા છે કેમ કરી આંબુ
સદાપર્ણી વૃક્ષ ઘેઘુર લીલો રાવણો
જમણે પગે ચીતરાવે કાનુડો આપણો
ખાટા મીઠા જાંબુમાં તૂરો છે સ્વાદ
સોડમ ભરીને કરે રથયાત્રા સંવાદ
આઘેરો વરસાદ આવવાના એંધાણ
પાક્યા જાંબુડા હવે આપવા સંધાણ
આ જાંબુડો રંગ જાંબુમાં કોણે પૂર્યો?
જાંબુના છાંયડે રામે વનવાસ હર્યો !