જાન
જાન

1 min

311
નીચે નામ સજનનું લખ્યું હતું,
પ્રિતનું સગપણ બાંધ્યું હતું,
કોરી હથેળીમાં ઘૂંટાશે એક નામ,
અવરનું કાઈ રેશે ન કામ,
કંકોતરીએ એક નામ ચીતર્યું હતું,
નીચે નામ સજનનું લખ્યું હતું,
હવે જાન બોલાવાની વારી હતી,
પિયુ વિના રાત્યું ખારી હતી,
વીંટી પણ ફૂલ થઈ મહોર્યા હતાં,
નીચે નામ સજનનું લખ્યું હતું.