ઇંદ્રધનુષ્ય
ઇંદ્રધનુષ્ય
1 min
206
હસ્ત લઇને ઇન્દ્ર નીકળ્યા જીતવા જંગ,
ઘન ઘટા નભમાં પૂર્યા સાત સાત રંગ,
સપ્તરંગી તેજસ્વી પૂર્વ ક્ષિતિજ ખીલ્યું,
અસ્તાંચળે દિવાકર કિરણ બિંદુ ઝીલ્યું.
પામવા પ્રતિબિંબ નીપજ્યું મેઘધનુષ્ય,
પ્રત્યાવર્તન પુણ્યથી પ્રકાશી ઇંદ્રધનુષ્ય,
પ્રભાતે વિકિરણ રવિરાજ શું તેજ રેલાયું,
સજીને સુરચાપ બહુરંગી પશ્ચિમે ફેલાયું.
ગગન ભાસે અનંત અંતરે સુરધનુ ભલે,
મચ્છ કેવલ આભાસ નહીં કદી હાથ મલે,
હસ્ત લઇને ઇન્દ્ર નીકળ્યા જીતવા જંગ,
નીરખી સૌંદર્ય રંગ નભ થયું તપોભંગ.