ઈશ્વરીય ખજાનો
ઈશ્વરીય ખજાનો
1 min
189
કુદરતે પગલા મૂક્યા હથેળીમાં,
ને હાથમાં આવ્યો ઈશ્વરીય ખજાનો.
વન વનરાજી વૃક્ષોને પર્વતો જે,
આપે છે પ્રાણવાયુ, ને વર્ષાનાં વારિ.
સૂર્યનાં કિરણોનાં મૂલ્ય અંકાય નહિ,
ચંદ્રની ચાંદનીની કિમત થાય નહિ.
આભના તારા ને વાદળ ગણાય નહિ,
રેતીનાં રણને વંટોળિયો રોકાય નહિ.
ઝરણાંનાં ખળખળ ને પંખીના કલરવ,
ફૂલડાની ફોરમ ને ભ્રમરનાં ગુંજારવ.
નવી નવી કુંપળને અનાજનાં ડુંડા,
કેમ કરી સાચવવો આ રંગીન નઝારો.
લઈએ સોગંદ સૌ જાળવીને રાખીયે,
બીજા હાથે સંભાળીયે ઈશ્વરીય ખજાનો.
