ઈશ્વર રૂડું ધામ
ઈશ્વર રૂડું ધામ
1 min
131
શ્રધ્ધા ફળશે આતમ કેરી,
થાશે પૂરણ કામ,
છે ઈશ્વર રૂડું ધામ,
છે ઈશ્વર રૂડું ધામ.
તાપ-શાપ શમે જો એ રીઝે,
અત્ર તત્ર સર્વત્ર એ દીસે,
એક પળે જે વિનાશ વેરી,
ડામે પાપ તમામ
છે ઈશ્વર રૂડું ધામ.
જગતપિતા બની સંભાળે જે,
સાર સુખોનો સમજાવે જે,
ક્ષણમાં તારે 'રંજ' કરે દૂર,
અર્પે હેત ને હામ
છે ઈશ્વર રૂડું ધામ.
