ઈશ્વર ને વંદન
ઈશ્વર ને વંદન
1 min
41
સુરજના તેજને શરમાવે એવું તારું તેજ,
ચંદ્રની શીતળતા કરતા ઠંડક આપે એવું તારું મન.
શાંતિને સ્થિરતા લાવે એવી મધુર તારી વાણી,
પ્રેમનો દીપ પ્રગટાવે ક્રોધનો અંત આણી.
ક્યાંક વહેતા ઝરણાં તો ક્યાંક સુંદર ઉપવન,
ક્યાંક રળિયામણી પર્વતમાળા,
તો ક્યારેક લહેરાતો પવન.
પંચભૂતમાં છે તું સમાયો,
દર્શન પામી તારો આશીર્વાદ કમાયો.
હે પરમ કૃપાળુ શીશ ઝુકાવી કરું તુજને નમન,
ધન્યવાદ આ પૃથ્વી પર જન્મ આપ્યો,
સ્વીકાર કરો મારુ વંદન.
