STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Others

4  

Ashuman Sai Yogi Ravaldev

Others

ઈન્તકામ

ઈન્તકામ

1 min
137

કર્યો મેં ઈન્તેજાર તારો, રડતી ધારે,

કર્યો તે ઇન્તકામ મારો, હસતી વાતે,


શું સમજાવું હદયની, પીડાનો ઉત્સાહ,

કર્યો સૌએ ઈન્કાર મારો, દુઃખતી રાતે,


સમયનું ચકડોળ ફરી, લઈ આવ્યું એજ રાહે,

મરણની ચીસ પાડીતી, જયાં, મેં તારી વાટે,


જીવડો કરમાઈ ગયો, ઈન્તેજારની સુગંધમાં,

ખાપણ ખૂલ્લુ રહી ગયું, તારી નજરોની કાજે,


જોઈ લેજે મરણ મુખોટો મારો ,છેલ્લા ધબકે,

'આશુ'એ નથી રડ્યુ તારા ઈન્તેજારની લાલચે.


Rate this content
Log in