ઈચ્છાઓનું કીડિયારું
ઈચ્છાઓનું કીડિયારું

1 min

12.1K
વેંત છેટું દેખાતા ઈચ્છાનાં કીડિયારે
ચાર પાઈના સિંહાસને નીંદને નાથુ
મનોરથો દિવસની ભ્રામકતા ઓવારી
થાકનું પોટલું છોડી”દી” નું કરે વાળું
મનોરથી કચરો પથારીએ ઓરડે ઉભરાય
હા કે ના નું જંતર લૈ દિનચર્યાને નિત તાગું
ઘર બંધાતું ગયું રોજ ઈચ્છાની ઈટે
ધાર્યું તીર એક પણ વાગે નૈં નિશાન પડે
વિચારોનાં વાવાઝોડાને બાંધી થાક લૈ
પડું પથારીએ વિણ ઓશીકે નીંદર આવી ગૈ
ઘોડીએથી શરુ થયેલી સફર સ્મશાન સુધી ગૈ
મુકામ ઈચ્છા વગરના ગામે જિંદગી જીવાઈ ગૈ.