હવે નહિ ફાવે
હવે નહિ ફાવે
1 min
291
સન્માન આપશો તો સામે આપીશું,
હરવખત મૂર્ખ બનવું હવે નહિ ફાવે,
આવો તો ઠીક છે બાકી કંઈ નહિ,
આમ વાટમાં સમય બગાડ હવે નહિ ફાવે,
જ્યાં નથી માન ત્યાંથી દૂર જ સારા,
વગર સન્માન જીવવું હવે નહિ ફાવે,
મુક્ત છું બધા ખોખલાં બંધનથી,
જબરજસ્તીના સંબંધો હવે નહિ ફાવે,
બંધ કરી દીધું છે દરેક માટે ઘસાવાનું,
ખોટી જગ્યાએ લાગણી બગાડ હવે નહિ ફાવે,
સમજવા ઈચ્છો અમને તો સ્વાગત છે,
દરેકને પકડીને સમજાવવું હવે નહિ ફાવે.
