STORYMIRROR

Varun Ahir

Others

4  

Varun Ahir

Others

"હવે મારી આંખો ઘેરાઈ છે"

"હવે મારી આંખો ઘેરાઈ છે"

1 min
356

આ કર્તવ્ય ચૂંકે છે અરીસો, 

ચહેરો મારો હમેંશ હસતો જ દેખાઈ છે !

સત્યના સાક્ષીને આમ અબુધ જોઈ,

હવે મારી આંખો ઘેરાઈ છે.


નથી પારદર્શકતા કોઈ ભાવની,

પ્રેમને પણ પ્રકારોમાં વહેંચાઈ છે !

લજવાતી લાગણીઓની દશા જોઈ,

હવે મારી આંખો ઘેરાઈ છે.


કાગળિયા સબંધના એટલે શું ?

હદયથી હદયનો વહેવાર તો હવે ક્યાં થાય છે !

ન્યાયાલયે ઢસડાતા સંયોગો જોઈ,

હવે મારી આંખો ઘેરાઈ છે.


ભારે હૈયે ભલે હો તું સંબંધ સાચવવાંનો 'શોખીન',

દર્દ તારુ તને અંદરથી ઊધઈ બની ખાઈ છે !

વગર આંસુએ અવિરતપણે રોઈને,

હવે તારી આંખો એટલે જ ઘેરાઈ છે.


Rate this content
Log in