હવે બસ છે
હવે બસ છે
1 min
430
હા, હું અલગ છું કારણ મને મારામાં રહેવું ગમે છે,
હા, મને અભિમાની પણ કહી શકો કારણ મને મારા અસુલોમાં રહેવું ગમે છે,
સામી સમીક્ષાઓનો આવકાર છે, પણ મારી પીઠ પાછળ બોલનારને દૂરથી નમસ્કાર છે,
સલાહ સૂચન એણેજ આપવા જે પોતે એનું પાલન કરતા હોય, બાકી મારા કાનના પડદા હવે બંધ છે,
બિલકુલ જરૂરી નથી કે બધ્ધા મને પ્રેમ કરે, મને સાથ આપે,
હું પોતાને પ્રેમ કરું છું એટલું મને બસ છે,
હા, હું હવે આંસુ વેsફ્તી નથી આડંબરથી ભરેલા સંબંધો પર, આંગળીના વેઢે ગણાય એટલા સાચા સંબંધીઓ મને બસ છે,
ખુશ્બૂ છું મારી દુનિયા તો ઉમ્મીદો પરજ કાયમ છે, ગર કાલે મુર્જાઈ ગઈ તો કોઈની યાદ બની રહી જાઉ એટલુંજ મને બસ છે.
