હવે ભૂલવું છે
હવે ભૂલવું છે
1 min
361
બસ, હાથે કરીને હવે ભૂલવું છે,
કમળની જેમ ક્યાં હવે ખૂલવું છે.
યાદ રાખીને પણ હવે શું કરશું ?
કોઈ એકાંત ખૂણે હવે ઝૂલવું છે.
ઝબકી ગયા ઉંઘમાં પણ અમે,
કે ખ્વાબને ક્યાં હવે તોલવું છે ?
કહેવાનું હતું ત્યાં જ મોઘમ રહ્યાં,
ખાલીપામાં હવા ભરી ફૂલવું છે.
આંકનારે કંઈ કિંમતજ ના આંકી,
આ જીવતરને ક્યાં હવે મૂલવું છે.
