હુતુતુતુ
હુતુતુતુ
1 min
523
રોજ ઉઠીને હુતુતુતુ,
ખેલ નિરંતર હુતુતુતુ.
અમે ડબ્બા રેલગાડીના,
પપ્પાનું થાતું હુતુતુતુ.
રસોડામાં ભાગદોડ કરતી,
મમ્મીનું થાતું હુતુતુતુ.
ભણતરે આંધળી દોટ મૂકી,
ગણતરનું થાતું હુતુતુતુ.
એક દિમાગને દસ-બાર વિષય,
બાળપણનું થાતું હુતુતુતુ.
ઇંગ્લિશ કેરાં પોપટ વધ્યા
માતૃભાષાનું હુતુતુતુ.
