હું
હું
કોણ શું વિચારશે..કોઈને શું લાગશે..એમાં ને એમાં જીવવાનું ભૂલી ગયો હું માણસ....
છીંક આવે ને જય અંબે બોલતો હું આજે
એક્સકયુઝ મી બોલતો થઈ ગયો....
નીચે જમીન પર બેસીને જમતો હું આજે ડાઈનીંગ ટેબલ પર મેનર્સ રાખતો થઈ ગયો...
ખૂલીને હસવાવાળો હું લોકોની ચિંતા કરીને સ્માઈલ આપતો થઈ ગયો...
વિદેશી ભાષા સુધી સિમિત હું આજે વિદેશી રીતરિવાજ સંભાળતો થઈ ગયો...
નાનપણથી બોલાવતો જેને માં એને આજે હું મોમ કે'તો થઈ ગયો...
મારી જ માતૃભાષામાં બોલતો હઉ તો લોકો ની નજર માં હું સો ડાઉન માર્કેટ થઈ ગયો...
નહોતી ખબર મને આવી કે હું એક એપ્રુવલવાળા સમાજ માં જીવતો થઈ ગયો...
જ્યાં કોઈ શું વિચારશે....
પોતાના માટે નહી પણ હું આજે કોઈના માટે જીવતો થઈ ગયો.
