હું તને કયાં કહું છું
હું તને કયાં કહું છું
1 min
138
હું તને કયાં કહું છું કે તું આવજે,
યાદ આવે મારી, તો બોલાવજે,
વાદળો તો થાકીને પાછા ફર્યા,
તું નજર તારી હવે અજમાવજે,
સ્તબ્ધતામાં વીતશે નહીંતર મિલન,
આવે તો સાંકળ જરા ખખડાવજે,
વચ્ચેનો રસ્તો નથી મંજુર મને,
ભેટજે આવીને, કાં ઠુકરાવજે,
'હા' પછીનું સઘળું સમજાવી દઈશ,
'ના' પછી શું ? એટલું સમજાવજે.
