હું નથી ભીડમાં
હું નથી ભીડમાં

1 min

11.8K
કારજ કરે નોખા એવા
એક માણસ અલગ ભીડમાં
એકલા ચાલે સચ્ચાઈની રાહ પર
સાથી સહિયર છો ના મળે ભીડમાં
લોકો ભલે ન સમજે એને
મીરા, નરસૈયો અલગ છે ભીડમાં
અગ્નિ પરીક્ષા આપી સીતાએ
કઠિન પથ પર ચાલે જીવનમાં
અંતની પરવાહ ન કરી કદી
પ્રભુ દર્શન મળે અંતિમ ક્ષણમાં.