STORYMIRROR

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

હું નિરાળો છું

હું નિરાળો છું

1 min
164

દુનિયાથી હું નિરાળો છું,

છેલછબીલો છોગાળો છું !


જાકારો નથી મુજ પ્રકૃતિમાં

આશરો સૌને દેતો માળો છું !


આગ કેવળ પાક આગ અંદર,

કાચા પાત્ર પકવતો નિભાળો છું !


લાગુ ભલે ગરમ તેજ મિજાજી,

સાચું કહું અંદરથી હું હુંફાળો છું !


હું પ્રેમે ભીંજવતું ચોમાસું, હું જ શીતળ

શિયાળો ને જળને મેઘ કરતો ઉનાળો છું !


Rate this content
Log in