હું ને તું
હું ને તું
1 min
11.8K
એક બીજાને ગમતાં રહીએ.
એમ સંબંધો જીવતા રહીએ.
હર પળ હર ક્ષણ નથી રહેતા
સાથે સાથે બસ આમ
એકબીજાને હું ને તું
યાદ કરતા રહીએ.
સ્મરણોના વસિયતનામામાં
એકબીજાના હસ્તાક્ષર કરતા રહીએ.
ફરી મળીશું કદી ક્યાંક,
કાલની આશામાં આજ જીવતા રહીએ.
એકબીજાને ગમતાં રહીએ.
