હું નામું લખું છું....
હું નામું લખું છું....
હું રોજ એક કામ જરૂર કરું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારી હર એક ભૂલને ઉધાર કરું છું,
હું તમારા વ્યવહારનું નામું લખું છું
તમારી હર એક મીઠી વાત ને જમા કરું છું,
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારી સાથેની યાદોને કાયમી મિલકતોમાં ઉમેરું છું,
હું તમારા વ્યવહારોનું નામું લખું છું,
તામારી સાથેના ઝઘડાઓને માંડી વાળું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
મારી તમારા પ્રત્યેની ફરિયાદોની ભૂલસુધારણા નોંધ રાખું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારો મારા પત્યેના પ્રેમને કાયમી દેવું ગણું છું
અને એને વ્યાજ સહિત ચૂકવવાની ગણતરી રાખું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારી સાથે મીઠી મીઠી વાતોથી પસાર થતા દિવસને નફા સાથે સરખાવું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
અને વાત ન થાય એ દિવસને ખોટની ગણતરીમાં આંકુ છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારી સાથે મીઠી યાદો વાગોળવા હંમેશા મારા સમયને અનામત તરીકે રાખું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારી સાથે વિતાવેલા સમયને મૂલ્યવાન રોકાણ ગણું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમારા જીવનમાં હું મારૂ ચોખ્ખું વર્તમાન મૂલ્ય આકું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું,
તમે મને કહેલી યાદ રાખવાની બાબતોની હવાલાનોંધ રાખું છું
હું તમારા વ્યવહારનું નામું લખું છું.
