હું,મારું હાસ્ય ને મારી વાતો
હું,મારું હાસ્ય ને મારી વાતો
1 min
302
હું ને મારું હાસ્ય
જાણે શબ્દો ને કાવ્યો.
સ્વર કરે અફડાતફડી ને વ્યંજન કરે વાતો
અર્થ નો અનર્થ કરે ને પર્યાય ખાય લાતો
હું ને મારું હાસ્યને થોડી મારી વાતો
પૂર્ણવિરામ આગળ ભાગેને અલ્પવિરામ અથડાય
પ્રશ્નાર્થને જાણે તો પણ શાંતિ ના થાય.
આગળ વધતાં વધતાં સવાલ વધતા જાય
પૂર્ણવિરામને જાણે પાછળ ધકેલતા જાય
આવો છે એકબીજા સાથે નાતો
હું ને મારું હાસ્યને થોડી મારી વાતો
કેવા અદ્ભુત ગેલ કરે આ ભાષાના ચિન્હો
મારી વાતમાં મને જ ફસાવે આ નાના નાના ચિન્હો
વિરામ લેતા નથી ના આરામ આપે છેઆખે આખી રાતો
હું ને મારુ હાસ્ય ને આ મારી વાતો...
