STORYMIRROR

Kaleem Momin

Others

4  

Kaleem Momin

Others

"હું"માં જઈને "તું"ને મળું છું

"હું"માં જઈને "તું"ને મળું છું

1 min
25.5K


"હું"માં જઈને "તું"ને મળું છું,

ઈશ્વરનો અભ્યાસ કરું છું.

પળ પળ પ્રેમના શ્વાસ ભરું છું,

તું કે' છે બકવાસ કરું છું.

તારી ધોરી નસથી નજદીક,

તું માને છે દૂર રહું છું

કાના જેવો પ્રેમ છે મારો,

સૌને છોડી આગે વધુ છું.

ક્રોસ ઉપર લટકીને હું પણ

રોજ જીવું છું, રોજ મરું છું.

જાતને આપી દઉં છું ઉત્તર,

પ્રશ્નો પણ હું જાતે કરું છું

કંટકથી જે અણીદાર છે,

એની આગળ ફૂલ ધરું છું.

જંગલ,દરિયા,સેહરા, વનમાં

મસ્ત કલંદર થઈને ફરું છું.

કોણ મને પાલવથી લૂછે ?

આંસુ થઈને રોજ ખરું છું.

પીડા પયગમ્બરની પૂંજી,

પીડા લઈને પડ્યો રહું છું.

કદી ગોપીઓના ચીર ચોરું,

કદી કોઈના ચીર પૂરું છું.

બુદ્ધિથી હું ઉપર નીકળી,

શુદ્ધ થઈને બુદ્ધ બનું છું.

એમ કહી મેં યમને કાઢ્યો,

ખબર નથી ભૈ ગઝલ લખું છું.


Rate this content
Log in