હું એક બાળ
હું એક બાળ
1 min
1.0K
કૂદવુંં ગમે, મને રમવુંં ગમે,
હું એક બાળ, મને ભણવુંં ગમે,
મસ્ત મસ્ત વાર્તા ને,
મનગમતા બાળગીત,
કિલ્લોલે કિકિયારીથી,
રેલાવું હું સંગીત,
હું એક બાળ મને ગાવુંં ગમે,
કૂદવું ગમે મને રમવુંં ગમે,
ખળખળતાં ઝરણાં ને,
અડગ એવા પહાડ,
નીલું આકાશ નીચે,
લીલેરા ઝાડ,
હું એક બાળ મને જોવુંં ગમે,
કૂદવુંં ગમે મને રમવુંં ગમે,
વાંચવુંં ને લખવુંં,
ગણિતનું ગણવુંં,
કેવુંં રૂપાળું લાગે,
કૈક નવુંં કરવુંં,
હું એક બાળ મને ભણવુંં ગમે,
કૂદવુંં ગમે મને રમવુંં ગમે.