STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

3  

VARSHA PRAJAPATI

Others

હું અને તું

હું અને તું

1 min
11.9K

હું પ્રેમનું પુષ્પ બની મહેકું,

તું સુગંધિત થાય કે ના એથી શું?


હું શ્રાવણનો સ્નેહ બની વરસું,

તું ભીંજાય કે ના એથી શું?


હું પૂનમનો ચાંદ બની ઝળકું,

તું ચકોર બને કે ના એથી શું?


હું વેદનાનું આંસું બની છલકું,

તું ઓસડ થાય કે ના એથી શું?


હું કૃષ્ણ બની વાંસળી વગાડું,

તું રાધા થાય કે ના એથી શું?


હું હેતનો હાથ આમ ફેલાવું,

તું સ્વીકારે કે ના એથી શું?


Rate this content
Log in