હું અને સમજણ
હું અને સમજણ
કેમ એ વાત તમને નથી સમજાતી ?
કેમ તમે મારા સુધી નથી પહોંચી શક્યા ?
તમને નથી ખબર એ વેદના શું છે ?
જ્યારે હું અને સમજણમાંથી,
કોઈ એકને પસંદ કરવુ પડે છે.
ત્યારે મારી એ સમજણ,
મૂર્ખાઈ લાગે છે,
કારણ ?
કંઈ જ નહીં
શું હું એ સમજણને લાયક નથી ?
કેમ ક્યારે ય એ વાત તમારા સુઘી નથી પહોંચી શકતી ?
કેમ એ 'હા' અને 'ના'માં એ તુલના થાય છે મારી ?
અને જો ના તો મને શું કરવું ?
મારું કંઈ જ નહીં ?
એ પ્રશ્નોના જવાબમાં મારી એ લાગણીઓનું,
અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.
શું હું એટલી સમજદાર નથી ?
કેમ હંમેશા મારી એ શ્રદ્ધા પર સવાલ કરવામાં આવે છે ?
એ સમજનાર,
તું ક્યાં છો ?
કયારે મળીશ મને ? કયારે ?
હું અને સમજણમાં કોઈ એક સાચું હશે ? ?
