ગણિત
ગણિત
હૃદય નો ખૂણો 180°
એમાં વસે છે ગુજરતી.
મન આખો વર્તુળ છે
આંખો ય વર્તુળ છે
વિષય ભણાવનાર નો આકાર જાણી,
કેમ અણગમો?
છે એટલો રમૂજ,
પણ આવડે તો!
હજી શોધવુ છે,
કે જીવન માં કયો સરવાળો થયો છે,
શેની બાદબાકી થઇ છે,
કોનો ભાગ્ સેનાથી ચલાવ્યો છે?
કોને ગુણ્યું છે?
જો આ જીવન સાથે તું જોડાયેલી છો
તો અણગમો કેમ?
ગુજરતી ના તાસ માં ક્યારે ય,
ભણ્યા નથી.
નથી હિન્દી માં ધ્યાન આપ્યું.
સમાજ માં પડવું નથી,
તો પણ તારી ગણતરી માં
અણગમો કેમ??
ગુજરતી એટ્લે ગમે,
કે ગુરુજી થી સારી બને છે,
હિન્દી નાં ગુરુજી થી બીક લાગે,
વિજ્ઞાન માં રસ પડે,
પણ ગણિત ગુરુજી સમજાયા જ નહીં.
આ કારણે અણગમો થયો??
આજ દીવસ સુઘી ત્રિકોણમિતી આડી નથી આવી
ન બહુપદીઓ, પાયથાગોરસ પણ નહીં,
અને વળી,
પાયથાગોરસ નો ઉપપ્રમેય તો આવડ્યો જ નહીં.
આ ગણિત કેમ આટલી ખતરનાક લાગે છે??
