હું એક વાત છું
હું એક વાત છું
હું એક વાત છું,
તારા અને મારા ભીતર સમાયેલી,
એક વાત છું,
ન તો, તને સમજાઈ જાઉં એટલી સરળ છું,
કે, ન એટલી કઠીન છું,
હું તારા અને મારા ભીતર સમાયેલી,
એક વાત છું,
તારી લાગણીને અંતરમાં રાખું છું,
તારી આંખોને જાણી શકું છું,
તારી સાથે રહી શકું છું,
હું એક વાત છું,
તારા અને મારા ભીતર સમાયેલી,
એક વાત છું,
કેમ હું ક્યાંય છાની નથી રહી શકતી ?
વળી, ક્યારેક આગની જેમ ભભૂકી ઊઠું છું,
હું તારા અને મારા ભીતર સમાયેલી,
એક વાત છું,
તારી આંખનો, એ પલકારો છું
જે જાણવા ઉત્સૂક છું,
તારા સ્મિત ને મારા હોઠમાં સાચવું છું
તારી ઉર્મીને મારા અંતર ના દરવાજા માં રાખું છું
હું એક વાત છું.
પુષ્પ ની માફક સદાય હસતી હોઉ છું
તારા હોઠ પર અટકેલી રહું છું
તારી જ ઇચ્છા થી બહાર આવી શકું છું.
જો કોઈ જાણી શકે તો ગણી ઊંડી છું,
અને જો ન જાણે તો સાવ હલકી
વાયુ વેગે પ્રસરી જાઉ છું.
હું એક વાત છું.
તારા અને મારા ભીતર સમાયેલી,
એક વાત...
