STORYMIRROR

Bhavini Maheshwari

Others

3  

Bhavini Maheshwari

Others

ખામોશી

ખામોશી

1 min
24

મારા મનની એક વાત,

મારા મનમાં રહીને તું સમજ, 

મજબૂર છે મારા હોઠ,

બસ તું સમજી જા,


ન કહીશ મને તું,

નહીંતર, આ તોફાન ઉમટી પડશે,

બધું ય મારા ભીતર સમાયેલું છે, 

એને ભીતર જ રહેવા દે,

મારી આંખોને સમજી જા 

બસ તું સમજી જા,


નથી કોઈ બંધન, કે નથી કોઈ ક્ષોભ મને 

મારી એ ખામોશીનું કારણ તું સમજી જા,

મનમાં ચાલતું એ વમળ,

મારા વશમાં નથી,

નથી વશમાં હું,

તારા એ પ્રશ્નોનો જવાબ મારી આંખોમાં શોધ,

મારી વાતને તું સમજી જા.


Rate this content
Log in