શબ્દ ની આ વાત છે
શબ્દ ની આ વાત છે
શબ્દ થી જ ઓળખાણ છે
શબ્દ થી જ વાત છે
શબ્દ થી જ શરૂઆત છે
શબ્દ થી જ અંત છે
આ શબ્દની રમત માં,
શબ્દ થી જ લાગણી છે,
અને શબ્દ થી જ પ્રેમ થાય છે.
શબ્દ થી જ નફરત થાય છે.
શબ્દ થી જ વિયોગ.
શબ્દ સંપૂર્ણ છે,
શબ્દ અધુરો છે
શબ્દ જ જડમૂળ છે
શબ્દ જ પૂર્ણવિરામ છે,
શબ્દ જ અલ્પવિરામ છે.
નથી કંઈ સમજાતું,
કે નથી કંઈ કહેવાતું
આ શબ્દની જ ગડમથલમાં
શબ્દ જ બરબાદ છે.
શબ્દ થી જ ઓળખાણ છે,
શબ્દ જ બગાડે છે
શબ્દ જ સુધારે છે.
શબ્દ ની જાળમાં,
તું જ હેરાન છે.
શબ્દ ગોઠવાતાં નથી,
શબ્દ સચવાતાં ય નથી.
શબ્દ જ કીંમત છે.
શબ્દ જ મૂળી છે.
શબ્દ જ અલંકાર છે
શબ્દમાં તું
શબ્દમાં હું
હું અને તું ની
રમત છે શબ્દ.
