તારી મિત્રતા
તારી મિત્રતા
1 min
13
પગલે ને પગલે હું તને શોધ્યા કરું,
મારા બધાં જ સુખ - દુઃખમાં,
તારી ને મારી મિત્રતા
લાખો ખરચતાં પણ, જે અણમોલ છે,
નાત વગરનો નાતો ને,
વાત વગરની વાતો,
તારી ને મારી મિત્રતા.
બધાં જ સપનાં ને જીવી લેવાનો, એ અહેસાસ !
મારી દુનિયામાં, તારો સાથ પામવાનો એ આનંદ,
એ આંખોને તરસ હોય માત્ર એ વ્યકિતની,
બધાંથી વધારે જેને કહેવું હોય,
સંભળાવવું હોય સાંભળવું હોય,
એ તારી ને મારી મિત્રતા.
મારી અધૂરી વાર્તામાં તારો પગ પેસારો,
મારી કવિતામાં તારી લાગણી,
તારા વાક્યો ને મારાં શબ્દોમાં ઝીલવા,
તારી અને મારી મિત્રતા.
