હસરત
હસરત
1 min
12.9K
હસરતોને પાળવા લાગી ગયાં,
જિંદગીને તાણવા લાગી ગયાં.
જેમની સાથે હ્રદય નાતો હતો,
એજ પાછા ટાળવા લાગી ગયાં.
આ જગત પણ કોઇને આધીન છે,
ભેદ છુપા જાણવા લાગી ગયાં.
ખ્વાબ સેવી ભ્રમણાઓ પણ છતાં,
દૂરનું તે ભાળવા લાગી ગયાં.
રાહ કેરી અડચણોને ખાળવા,
કંટકોને વાઢવા લાગી ગયાં.
રાહતોને માણવાના ખેલમાં,
હાથ લાગ્યું ગાળવા લાગી ગયાં.
હર તરફ ફુલે મઢી છે તાજગી,
મોજ માસૂમ માણવા લાગી ગયાં.
