હશે શૌર્યતા
હશે શૌર્યતા


લાગણી સંવેદના ઘટનાને,
ભાષામાં પરિવર્તિત,
કરતા શબ્દોની શૃંખલાથી,
પેટની આગ રહે તૃષિત.
જાન માલનું અસ્તિત્વ રહેશે,
તો થાશે કલાની કિંમત,
નૈ તો મોહન જોડેરો,
તક્ષશીલા નાલંદા છે નિર્મિત.
શૌર્યતાથી શરૂઆત પછી,
દયા ધર્મ લાગણી પા
લન
થડ જ નૈ હોય પછી શું થશે,
ઝાડ ડાળી પર્ણની કિંમત ?
કાયરતાનો પર્યાય,
સહિષ્ણુતા રાખો હિંસા પરમો ધર્મ,
જયાં અહિંસા બને બાપડી,
તો નૈ જીવાશે નૈ રહે ધર્મ.
હશે શૌર્યતાથી વંશની ગળથુથી,
તો જીવસે સૌ પર્યાયો,
નૈં તો અતીતિ અવશેષ ખંડેરના,
ગીતો ગૈ અંત મનાઓ.