STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

હરખાયું મન

હરખાયું મન

1 min
362

ગાલનાં ખંજન જોઈ હરખાયું મન,

લજ્જાથી ઝૂકી નજર ને મલકાયું મન,


થનગનમોર ટહુક્યા વન ઉપવનને,

અવસરના આનંદમાં ઝૂમ્યું તનમન,


ક્યાં આવો અવસર ફરી મળવાનો ?

સંભળાતું ખળખળ ઝરણાનું ગાન,


આશા ને તૃષ્ણા સાચે જ ભૂલાઈ,

આશાના કિરણથી હરખાયું મન,


દિવ્યને અનુપમ દ્રશ્યનું શું કહેવું ?

હવામાં ભળી મહેંકને ઝૂમ્યું તનબદન.


Rate this content
Log in