હરિ તું આવજે.
હરિ તું આવજે.
1 min
438
કદી સાંભળીને મારો સાદ હરિ તું આવજે,
પછી ન હોય અંતરે વિષાદ હરિ તું આવજે.
હોય તારે કામ હજાર સમજી શકાય હરિ,
એ સઘળાં કરી દઈને બાદ હરિ તું આવજે.
ઓળખી શકે અંતર અંતરને હરહંમેશને,
ના કસોટી કરજે પ્રહલાદ હરિ તું આવજે.
ભવોભવની ઝંખના મારી તૃપ્ત થવાના આરે,
પ્રેમ વ્યાકુળતાને દઈને દાદ હરિ તું આવજે.
સરવાળા બાદબાકીને ભાગાકાર ભૂલી જા ,
માત્ર ગુણાકાર રાખીને યાદ હરિ તું આવજે.
