હર હર મહાદેવ
હર હર મહાદેવ
જીવનના દરેક દુઃખ હણાઈ જાય છે,
જ્યારે તેનુ નામ મારા મુખે આવી જાય છે,
જીવનના દરેક સુખ મળી જાય છે,
જ્યારે તેનો હાથ માથે રાખી જાય છે,
અધર્મી માટે તે ભલે રુદ્ર થઈ જાય છે,
પણ ભક્તો માટે સદૈવ તે ભોળો બની જાય છે,
નાગનુ આભૂષણ પહેરી લલાટે ભસ્મ ધરી જાય છે,
મારો મહાદેવ તો લંકા છોડી કૈલશે બિરાજી જાય છે,
સર્વ દેવો પણ મસ્તક ઝુકાવી જાય છે,
જ્યારે મારો નાથ ભક્તો માટે વિષ પી જાય છે,
આકાશમાંથી આવતી ગંગાને જટામાં ધરી જાય છે,
એમજ નહીં તે દેવો ના દેવ કહેવાઈ જાય છે,
તેના સામે દાનવો પણ હાથ જોડી જાય છે,
આ મારો મહાકાલ તો સ્મશાનમાં પણ પૂજાય છે,
તેનાં જનમો જનમ સુધરી જાય છે,
જે મારા જે મારા ભંડારીને ભજી જાય છે.
