હોય છે શબ્દોને
હોય છે શબ્દોને
1 min
3.2K
હોય છે શબ્દોને પણ રંગ,
ને હોય છે રંગને પણ શબ્દો,
આવી હોળી ધુળેટી,
લાગ્યા છે ઊડવા રંગો,
અસ્તિત્વ, અર્થ ને અવાજ
હોઈ છે, શબ્દ અને રંગને પણ,
દરેક રંગની ભાષા રાખે એક આશા,
પ્રેમ, ભાષણને સમાધાનમાં,
સદ ઉપયોગ કરો શબ્દને રંગનો,
કરો ઉજાગર માનવતાનાં રંગને,
સંપ, સહકારમાં રાખો,
સમાજનાં દરેક અંગને.
