હોળી આવી
હોળી આવી
1 min
220
હોળી આવી, ભાઈ હોળી આવી
રંગોનો આ ભાઈ તહેવાર લાવી
હોળી આવી, ભાઈ હોળી આવી,
રંગભરી પિચકારીને સાથ લાવી
ખજૂર ને ધાણીનો સંગાથ લાવી
હોળી આવી ખુશહાલી લાવી
હોળી આવી ભાઈ હોળી આવી,
રંગબેરંગી રંગોનો ઉલ્લાસ લાવી
અંધકાર મીટાવી અજવાશ લાવી
ટોપલો ભરી હર્ષની ઝોળી લાવી
હોળી આવી ભાઈ હોળી આવી,
બાળકોમાં આનંદ અપાર લાવી
સૌ જીવોમાં ખુશી બેશુમાર લાવી
રંગોથી તરબતોર ટોળી લાવી
હોળી આવી ભાઈ હોળી આવી.
