હોળી આવી રે
હોળી આવી રે




હોળી આવી રે હોળી આવી
પ્રેમમાં પડવાની મોસમ લાવી,
રંગ ને ગુલાલના મોજાં ઉછળ્યા,
પાંપણ ને ઢળાવી તેને સ્વીકાર કરી,
હોળી આવી રે.....
ફાગણથી ફરમાવી કેસૂડો લાવી
ફૂલોના શણગારથી તેને રે સજાવી,
હોળી આવી રે.....
ગીતોના અવાજથી તેને વધાવી
ઢોલના તાલ થી તેને રે નચાવી,
હોળી આવી રે.....
બળબળતા ભડકે તે છે ઉજવાણી
હૈયેથી હળખતા તે છે શરમાણી,
હોળી આવી રે.....