STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

હોળી આવી રે

હોળી આવી રે

1 min
186

આવી રે, આવી રે..... હોળી આવી રે....

સાથે રંગ ધૂળેટીના લાવી રે......

હોળી આવી રે....


નીલા, પીળા, લાલ રંગથી,

ટાબરિયા હરખાતા રે.....

ખોબલે ખોબલે રંગ ઊડાડી ધીંગામસ્તી કરતાં રે...

હોળી આવી રે....


ડોલમાં પીળો રંગ ઓગાળી

પપ્પુ પિચકારી ભરતો રે,

ઢોલકી વગાડી વેનાજી,

ફેરફૂદરડી ફરતો રે.,

હોળી આવી રે....


ફૂલડે ફૂલડે ફાગણ આયો

કેસૂડે રંગ જમાવ્યો રે.

વસંતના વધામણા કાજે

કોકિલે સૂર રેલાયો રે.

હોળી આવી રે.....


ઘેરૈયાની ટોળી બનાવી,

ખ્યાતિ ખજૂર લાવી રે,

હોળી પ્રાગટય ટાણે

પ્રહલાદની યાદ આવી રે

હોળી આવી રે.....

હોળી આવી રે.


Rate this content
Log in