હો વિજય સાથ જ
હો વિજય સાથ જ
શ્રદ્ધા જો દિલમાં ધરતાં, હોય વિજય સાથ જ,
સત પંથે હંમેશ રહે હોય હિંમત સાથ જ,
ઈર્ષ્યા નફરતને છોડી ત્યાગ વસે દિલમાં,
સ્નેહે શીતળ લેપ કરી હોય વિમલ સાથ જ,
અન્ય ક્ષમા દેવી એ તો શૂરાનું જ કરમ,
દિલમાં તો વસતી પાવન હોય નિયત સાથ જ,
આચાર ધરમનો ને સંયમ રાગો પરનો,
વરસે કરુણા ત્યાં અમથી હોય કિશન સાથ જ,
મૌન જ જો વસતું હોઠે સરવાણી ઈશની,
ભરતી દિલમાં આશા જે હોય અગમ સાથ જ,
બાળી જાત ય રોશન જગને એ તો કરતાં,
મૂડી જીવનની સાચી હોય સિલક સાથ જ,
આત્મે ડૂબી ઠરતાં દુર્ગુણ થઈ જે કંચન,
મદત્યાગ સદા જ વિજયનું હોય તિલક સાથ જ.
