હળવાશ ૫૭
હળવાશ ૫૭

1 min

24.3K
હળવાશ લણવાં નફરતો સળગાવજે દિલથી ખરે
હળવાશ ભરવા જિંદગી અજવાળજે દિલથી ખરે
ભૂલી જતો ના ભાન નિજનું જિંદગીની હોડમાં
હળવાશ ધરવાં ઈશને સંભારજે દિલથી ખરે
ચાલે ધમણ શ્વાસો તણી તારા હૃદયમાં જ્યાં સુધી
હળવાશ વણવા પ્યારને પથરાવજે દિલથી ખરે
શાને કરે ચિંતા અહીં ક્યાં કાયમી તારું કશું?
હળવાશ રળવાં સત્યને અપનાવજે દિલથી ખરે
ગાથા કહે છે લોક પણ સત્કાર્યની જગમાં બધે
હળવાશ હળવા જ્યોતને પ્રગટાવજે દિલથી ખરે.